Showing posts with label best days of life. Show all posts
Showing posts with label best days of life. Show all posts

Thursday, June 29, 2017

The Best Days of LIFE

દફતર લઈને દોડવું...!!
તૂટેલી ચપ્પલ નું જોડવું...!!
નાશ્તા ના ડબ્બાઓ...!!
શર્ટ પર સહીના ધબ્બાઓ...!!
ખોબે ખોબે પીવાતું પાણી...!!
રીસેસ ની વિશેષ ઉજાણી...!!
બેફામ રમાતા પકડ દાવ...!!
ઘૂંટણ એ પડતા આછા ઘાવ...!!
બાયોં થી લુંછાતા ચેહરા...!!
શેરીઓમાં અસંખ્ય ફેરાં...!!
ઉતરાણ ની રાત જાગી...!!
પકડાયલા પતંગ ની ભાગી...!!
ભાડાં ની સાયકલ નાં ફેરાં...!!
મહોલ્લાના ઓટલા પર ડેરા...!!
મંજી ની રેલમ છેલ...!!
ગીલ્લી ડંડા નો એ ખેલ...!!
ચાર ઠીકડી ને આટા પાટા...!!
લાઈટના થાંભલે ગામગપાટા...!!
વરસાદે ભરપૂર પલળવું...!!
ખુલ્લા પગે રખડવું...!!
બોર આમલી નાં ચટાકા...!!
પીઠ પર માસ્તર ના ફટાકા...!!
બિન્દાસ્ત ઉજવાતું વેકેશન...!!
નાં ટ્યુશન નાં ટેન્શન...!!
વાત સાચી લાગી...!!
કે નહિ મિત્રો...!!!!
બધું ભૂલાઈ ગયું...!!
આ મોર્ડન લાઈફ ની લાઇ માં...!!
કેવાં હતાં આપણે બધાં પાસે-પાસે? જો ને નીકળી ગયા સહુ જીંદગીના પ્રવાસે..! 
માળો બનાવવામાં એવા મશગુલ થઇ ગયા;
ઉડવા માટે પાંખ છે એજ ભૂલી ગયા..!!