Showing posts with label varta. Show all posts
Showing posts with label varta. Show all posts

Wednesday, June 28, 2017

KFC story: Story of the day

"KFC story: દિલને પીગળાવી દેશે KFC ના માલિકની સ્ટોરી"
અમેરિકાના કર્નલ હાર્લેન્ડ સેન્ડર્સ (Colonel Harland Sanders) નું નામ એટલું જાણીતું નથી. પરંતુ દુનિયાભરમાં કે એફ સી રેસ્ટોરન્ટનું નામ જાણીતું છે. જીંદગીમાં તેના જેવા દુઃખો તો બધાને પડતા હશે પરંતુ મનોબળ જો દરેકને મળે તો ? જીંદગીના ૬૫ વર્ષ સુધી એ માણસ રીબાયો છે. કર્નલના પિતા એ પાંચ વર્ષનો હતો ને મૃત્યુ પામ્યા. ૧૬ વર્ષે તેણે ભણવાનું છોડી દીધું. ૧૭ વર્ષની ઉંમર થતા સુધીમાં તો જીંદગીની ૪ નોકરીઓ છૂટી ગઈ.
૧૮ વર્ષે લગ્ન થયા. ૧૮ થી ૨૨ વર્ષ રેલ્વેમાં કન્ડક્ટરની નોકરી કરી અને ત્યાં ફેલ ગયો. એ પછી તે આરમીમાં જોડાયો ત્યાંથી ફેંકાઈ ગયો. લો સ્કૂલમાં એડમિશન માટે અરજી કરી અને રીજેક્ટ થયો. ઈન્સ્યોરન્સનો સેલ્સમેન બન્યો અને ત્યાં પણ ફેલ ગયો. ૧૯ વર્ષની ઉંમરે પિતા બન્યો અને ૨૦ વર્ષની ઉંમરે તેની પત્ની તેની છોકરીને લઈને ઘર છોડીને ચાલી ગઈ.
કેવા સપનાઓ સાથે એક યુવાને જીંદગીની શરૃઆત કરી હશે ! એને પોતાના સપના નહીં હોય ? એક પણ સપનું સાકાર ના થાય ત્યારે અંદરથી એ કેવો તૂટી ગયો હશે ! આર્મીમાં જોડાવા નીકળેલો છોકરો નાનકડી કોફીની દુકાનમાં વાસણ સાફ કરનારો અને રસોઈ કરનારો બની જાય છે. દીકરીનું ખેંચાણ હોવાને લીધે પોતાની દીકરીને ઉપાડી જવા તેણે પ્રયત્ન કર્યો અને તેમાંય ફેલ ગયો.
પત્નીને તેણે મનાવી લીધી અને ૬૫ વર્ષની વયે રીયાયર્ડ થયો ત્યાં સુધી સામાન્ય પગાર સાથે નોકરી કરતો રહ્યો. જે દિવસે નિવૃત્ત થયો તે દિવસે ૧૦૫ ડોલરનો ચેક મળ્યો પરંતુ એ પૈસા પોતે ન વાપરી શકે તે શરતે. આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો અને એ એમાંય નિષ્ફળ ગયો.
જીંદગીના ૬૫માં વર્ષે એક પછી એક નિષ્ફળતાઓ જોયા પછી એક દિવસ ઝાડ નીચે બેસીને પોતાના મનની ઈચ્છાઓ એ લખવા બેઠો, જીવનમાં તે શું-શું કરવા વિચારતો હતો અને તે શું-શું કરી શક્યો હોત તે વિશે વિચારતા-વિચારતા તેને અચાનક ખ્યાલ આવ્યો કે એ કોઈ પણ વ્યક્તિ કરતા વધુ સારી રીતે એક વસ્તુ સારી રીતે કરી શકે તેમ છે અને તે છે રસોઈ.
૧૦૫ ડોલરના ચેકની સામે ૮૭ ડોલર ઉધાર લઈને પોતાના મસાલાથી અને પોતાની રીતથી તેણે ચિકન ખરીદીને ફ્રાય કર્યું. એની આજુબાજુના ઘરોમાં એ ચિકન વેચાઈ ગયું. અમેરિકાના ઓહાયો પાસે કેન્ટકી નામનું રાજ્ય છે અને તેણે કેન્ટકી ફ્રાય ચિકન (કેએફસી) નામની દુકાન ચાલુ કરી.
૬૫ વર્ષની ઉંમરે આપઘાત કરવા નીકળેલો માણસ ૮૮ વર્ષની ઉંમરે અબજોપતિ બન્યો. જીવનમાં કશું પણ નવેસરથી શરૃ કરવા માટે ક્યારેય મોડું નથી થયું હોતું. મહત્વની વાત છે તમારો દ્રષ્ટિકોણ અને વર્તન. નિરાશામાં ભાગી ન છૂટો. કામ ગમે તેટલું અઘરું હોય તો પણ તમે તેમાં સફળ થઈ શકો છો. જીંદગીના નવા ક્ષેત્રમાં નવેસરથી શરૃઆત કરીને નવા શિખરો સર કરવા માટે તમે ક્યારેય ઘરડા નથી હોતા.
આજે KFC નું સામ્રાજ્ય ૧૨૦ દેશોમાં ફેલાયેલ છે. સમગ્ર દુનિયામાં આના ૧૮૦૦૦ જેટલા રેસ્ટોરન્ટ્સ છે અને ૨૦ અરબ ડોલર કરતા પણ વધારે આની એક વર્ષની આવક છે.
મોરલ : ઘણા લોકોની સમસ્યા હોય છે કે તેમની આખી જિંદગી સંઘર્ષો કરવામાં જ વીતી ગઈ. કર્નલ સેન્ડર્સની આ સ્ટોરી એ લોકો માટે વરદાન રૂપ સાબિત થઇ શકે છે. લગભગ પોતાની લાઈફમાં ૧૦૦૯ વાર રીજેક્ટ થયેલ આ વ્યક્તિની સ્ટોરી આપણને શીખવાડે છે કે નિરાશ ક્યારેય ન થવું. અંતિમ શ્વાસ સુધી કોશિશ ચાલુ રાખો, કિસ્મત બદલાતા વાર નથી લાગતી.
આપણને શું શીખવા મળ્યું?
* સફળતા ઉંમર નથી જોતી. બસ કામ પૂરી મહેનત અને ખંત થી કરવું જેથી ચોક્કસ સફળતા મળશે.
* દરેક rejection નો અર્થ ending નથી.
* પોતાના ટેલેન્ટ પર વિશ્વાસ રાખવો. એ આ દુનિયામાં બધું અપાવે છે.

Tuesday, April 20, 2010

મનની ખીંટી

અમારાં ઘરમાં રિપેરકામ માટે એક સુથારને બોલાવેલો. એના કામના પહેલા દિવસની આ વાત છે.. કામ પર આવતાં રસ્તામાં ટાયર પંક્ચર થયું એમાં એનો એક કલાક બગડ્યો. કામ શરૂ કર્યા પછી અધવચ્ચે એની ઈલેક્ટ્રિક કરવત બગડી ગઈ. દિવસ પૂરો થયા પછી ઘરે પાછા જતી વખતે એની નાની ટ્રક ચાલી નહીં. હું એને મારી ગાડીમાં એના ઘેર મૂકવા ગયો. રસ્તામાં એ એક પણ શબ્દ બોલ્યો નહીં. અમે એના ઘેર પહોંચ્યા ત્યારે એણે કહ્યું : 'ઘરમાં થોડી વાર આવો ને ! મારાં પત્ની અને બાળકોને તમને મળીને આનંદ થશે.'

ઘરમાં દાખલ થતાં પહેલાં નાના ઝાડ પાસે એ રોકાયો. બન્ને હાથ એણે ઝાડ પર મૂક્યા. બારણામાં દાખલ થતી વખતે મેં એનામાં અજબનો ફેરફાર થતો જોયો. એના થાકેલા ચહેરા પર સ્મિત ફરી વળ્યું. એનાં બે બાળકોને વહાલથી ભેટ્યો અને પત્નીને ચૂમી આપી. મને એ કાર સુધી મૂકવા આવ્યો. અમે પેલા ઝાડ પાસેથી પસાર થયા ત્યારે મારું કુતૂહલ હું રોકી શક્યો નહીં. મેં એને પૂછ્યું : 'ઘર??ાં દાખલ થતાં પહેલાં તમે ઝાડને શા માટે અડ્યા ?'

'અરે, હા. આ ઝાડ તો મારા મનની ખીંટી છે. હું કામે જાઉં ત્યાં કોઈ ને કોઈ તકલીફ તો
આવવાની, પણ એક વાત નક્કી કે ઘરે મારાં પત્ની અને બાળકોને એની સાથે શું લેવાદેવા ? એટલે, જ્યારે સાંજે કામ પરથી ઘરે પાછો આવું છું ત્યારે તકલીફો આ ઝાડ પર લટકાવી દઈ ઘરમાં દાખલ થાઉં છું. સવારે કામ પર જતાં આ ઝાડ પરથી તકલીફો પાછી લઈ લઉં છું. પણ નવાઈની વાત તો એ છે કે રાતે મૂકેલી તકલીફોમાંથી ઘણીખરી સવારે ત્યાં હોતી નથી.

- Murari Bapu..