ડાબી બાજુ, જમણી બાજુ
નજર પહોંચે ત્યા સુધી
રસ્તા ઉપર, બસમાં, ટ્રેનમાં,
મોકળાશ હશે, ખીચોખીચ દુર્ગંધાતી ભીડ નહીં હોય
શ્વાસ લેવાશે, ચલાશે, થોભી પણ શકાશે
એવો પણ દિવસ ઉગશે!!
સિગ્નલ પર
ગાડીની પાછળ દોડતા લાચાર
કરગરતા, દીનહીન, લાચાર હાથ નહીં હોય્,
દાતાઓના હાથ ભોંઠા પડશે
હાથ કેહશે, 'અમને કામ જોઇએ છે, દાન નહીં'
હાથ પથ્થરો તોડશે, ભીખ નહીં માંગે
એવો પણ દિવસ ઉગશે!!
નહીં હોય નયાયાલયો, નહીં હોય કારાગારો,
બંને બાજુથી ફોલી ખાતા નહીં હોય પોલીસો અને વકીલો,
કારણ મિલકત નહીં હોય
અને ગુનો કરનારનું મન નહીં હોય,
એવો પણ દિવસ ઉગશે!!
લોટરી અને દારૂનો ધંધો કરતી સરકાર નહીં હોય,
કારણ નશો કરી જાતને ભુલનાર પ્રજા નહીં હોય
ને દિવસમાં કુબેર થવાના સપના જોનારી
આંખો નહીં હોય,
કારણ કુબેર થવાથી કોઇ "સ્ટેટસ" નહીં હોય, કોઇ ફાયદો નહીં હોય
એવો પણ દિવસ ઉગશે!!
એક માણસ બીજા માણસ ને પૂછશે નહીં
'તારો ધર્મ કયો? તારી જાત કઇ?'
કારણ કોઇ ધર્મ નહીં હોય,
કરણ કોઇ ભય નહીં હોય,
કોઇ સોદાગીરી નહીં હોય ભગવાન સાથે,
નમન કરવા માટે કોઇ લાચારી નહીં હોય્, કોઇ લાલચ નહીં હોય,
પછી મંદિર અને મસ્જિદ, ગિરજાદર અને દેવળ મ્યુઝિયમમાં ફેરવાઇ જશે,
ઇશ્વર હશે ગૌરવથી ટટ્ટાર ઉભો રેહનારો,
એના હાથમાં કોઇ લોહી તરસતી ધજા નહીં હોય,
એવો પણ દિવસ ઉગશે!!
Thanks for putting this...
ReplyDelete