પહેલા જે ડાળી ઑ રંગ-બે-રંગી હતી, તે જ આજે વાંઝણી બની છે,
આને વસંત કહો કે પાનખર કહો,
જે છે ઍ આ જ છે.
પહેલા ઍક ચોકોબાર થી ખુશ થતો, આજે Triple Sunday મા મજા નથી,
આને પરિવર્તન કહો કે પરિપક્વતા કહો,
જે છે ઍ આ જ છે…
પહેલા ભેગા થઈ ને પ્લાન કરતા હતા, આજે પ્લાન કરી ની ભેગા થવુ પડે છે,
આને દોસ્તી કહો કે દરિદ્રતા કહો,
જે છે ઍ આ જ છે
પહેલા આંખો ના ખૂણે થી નજર મેળવતા, આજે સામે બેસી ની નજર ફેરવવામા આવે છે,
આને પ્રેમ કહો કે વહેમ કહો
જે છે ઍ આ જ છે
પહેલા વણમાગે બધુ મળી જતુ હતુ, આજે મજૂરી કરે પણ મળતુ નથી,
આને કૃપા કહો કે ક્રુરતા કહો
જે છે ઍ આ જ છે
પહેલા જેટલુ હતુ ઍમા ખુશ હતો, આજે વધુ હોવા છતા સંતોષ નથી,
આને મહેર કહો કે કહેર કહો
જે છે ઍ આ જ છે
ભોલુ પહેલા પરીક્ષા પુરી થવાની રાહ જોતો હતો, આજે પ્રથમ તારીખ ની રાહ જોવે છે,
આને જીવન કહો કે ઝંઝટ કહો
જે છે ઍ આ જ છે
પીધાં જગતના ઝેર તે શંકર બની ગયો
ReplyDeleteને કીધાં દુ:ખો સહન તે પયંબર બની ગયો
મળતી નથી સિધ્ધી કદી કોઇને સાધના વિના
પણ તું ખરો કે આપમેળે ઇશ્વર બની ગયો