* દિવાળીની રોશનીમાં ઊડેલો બલ્બ શોધતો જોવા મળે તો તે એન્જિનિયર હશે.
* દિવાળીના બોનસમાંથી કોમ્પ્યુટરની મેમોરી (રેમ) અપગ્રેડ કરવાનું વિચારતો હોય તો તે એન્જિનિયર હશે.
* લકઝરી લાયનર કે આલિશાન ક્રુઝ પર મોજમજા કરવાને બદલે એન્જિન રુમ નજીક આંટા મારતો જોવા મળે તો તે…
* પત્નીને તેના જન્મદિવસે નવું નક્કોર સીડી કે MP3 પ્લેયર લાવીને ભેટ આપે તો તે અન્જિનિયર હશે.
* ઊભી અને આડી લાઇનો દોરેલી ન હોય તેવા પાના પર લખવું કેમ તે વિચારતો હોય તો તે…
* મિનિટના ૭૦ શબ્દો ટાઇપ કરી કરી શકે પણ પોતાનું લખેલું વાંચવામાં સમય લગાડેતો તે …
* એક સેકન્ડનો પગાર કેટલો થાય તે હિસાબ માંડી બેઠો હોય…
* ૧૦૦ રુપિયાવાળો રેડિયો રિપેર કરવાની કોશિશ કરતો જોવા મળે…
તો તે ચોક્કસ એન્જિનિયર જ હશે.
No comments:
Post a Comment