Showing posts with label Situation of married men. Show all posts
Showing posts with label Situation of married men. Show all posts

Thursday, June 29, 2017

Situation of married men

તમે બાથરુમ કોરી થઇ શકે એ માટે થઇને નાહી લ્યો છો ?
તો તમે પરણેલા છો.
તમે ભીનો ટુવાલ વળગણી પર સૂકવી દ્યો છો ?
તો તમે પરણેલા છો.
" સાંજે શું બનાવું ? " એવું  તમને પૂછ્યા પછી તમે કહી હોય તે વાનગી ન બનાવી હોય તો જે પીરસાય એ જમી લેવાની તમને ટેવ છે?
તો તમે પરણેલા છો .
મીઠું વધારે પડે તો " મીઠું જ વધારે ખારું આવે છે " એવું કારણ તમે માની લ્યો છે ? તો તમે પરણેલા છો. 
તમે કામવાળો વાસણ માંજીને જઇ શકે માટે જમી લ્યો છો ?
તો તમે પરણેલા છો .
તમે છાપાની ને ઓઢવાનાની સરખી ગડી વાળીને મુકી દ્યો છો ?
તો તમે પરણેલા છો .
તમે રકાબીમાં કાઢીને ફૂંક મારીને ચા પીતાં ડરો છો ?
તો તમેપરણેલા છો .
તમે ચા પીતાં અવાજ ન થાય એનું ધ્યાન રાખો છો ?
તો તમે પરણેલા છો .
ઘરમાં કોઇ વસ્તુ જડતી ન હોય તો એ તમે જ મુકીને ભૂલી ગયા છો એવું બધા કહે તો એ માની લો છો ?
તો તમે પરણેલા છો.
તમને હાથમાં રીમોટ રાખ્યા વગર ટીવી સામે બેસવાની ટેવ છે ?
તો તમે પરણેલા છો.
પ્રવાસ સમયે તમને તમારી બેગ ભરતાં આવડતું નથી અવું મનાય છે  ?
તો તમે પરણેલા છો.
તમારામાં મેચીંગ સેન્સ નથી એવું તમે ય માનવા લાગ્યા છો?
તો તમે પરણેલા છો.
તમારી કલર સેન્સ બરાબર નથી એવું તમે ય માનવા લાગ્યા છો ?
તો તમાે પરણેલા છો.
તમારે ત્યાં આવતા કામવાળા, શાકવાળા, ઇસ્ત્રીવાળા, છાપાવાળા, પ્લમ્બર , ઇલેક્ટ્રીશ્યન વગેરેને તમે ઓળખી નથી શકતા ?
તો તમે પરણેલા છો.
તમને વહેવારમાં કૈં ગતાગમ પડતી નથી એવું મનાય છે ?
તો તમે પરણેલા છો.
માંગ્યા પછી તમારાં રુમાલ, પેન , ચશ્મા તમે જાતે જ શોધી લ્યો છો ?
તો તમે પરણેલા છો.
વાહન ચલાવતી વખતે તમે GPS કરતાં ય વધુ કોઇની સૂચના પર આધાર રાખો છો ? તો તમે પરણેલા છો.
તમને શું માફક આવે છે ને શું નથી આવતું એની તમને બહુ ખબર પડતી નથી ?
તો તમે પરણેલા છો .
તમને તમારી માના હાથનો સ્વાદ બહુ યાદ આવે છે ?
તો તમે પરણેલા છો.
તમે પોતે એવું માનવા માંડ્યા છો કે ખરેખર તમારામાં ઘણું ખૂટે છે?
તો તમે પરણેલા છો .
                                -તુષાર શુક્લ
( તમને ય આમાં ઉમેરવા જેવું લાગે તો છૂટ છે )