Sunday, September 5, 2010

Gujarati Jokes(free time)

જગો પ્રવચનમાંથી આવ્યો અને આવતાંની સાથે જ પોતાની પત્નીને ઊંચકીને ફરવા લાગ્યો ! એટલે તેમનાં પત્નીને નવાઈ લાગી અને પૂછયું , “ શું વાત છે , આજે કેમ ખૂબ ખુશ છો ?” જગો કહે : પ્રવચનમાં સંત મહાત્મા કહેતા હતા કે , તમારાં દુઃખ અને મુશ્કેલીને હસતા હસતા ઉપાડી લો ! એટલે હું તને આજે ઉપાડીને ફરી રહ્યો છું !!! ********* સંતા : મેં તને પત્ર લખ્યો હતો તો પણ તું મારા લગ્નમાં કેમ ન આવ્યો ? બંતા : મને પત્ર જ નથી મળ્યો. સંતા : મૂર્ખા મેં પત્રમાં લખ્યું તો હતું કે પત્ર મળે કે ન મળે પણ લગ્નમાં જરૂરથી આવજે. ******** વનિતા : વનમાળીને કહે છે , સાંભળો છો ! તમને મારી સુંદરતા વધારે ગમે છે કે... મારું સુડોળ શરીર ? વનમાળી : મને... તારી... આ મજાક કરવાની આદત સૌથી વધુ ગમે છે... ! ********* ટીનુ : કનુ , આ કૂતરાને ક્યાં લઈ જાય છે ? કનુ : દવાખાને.

ટીનુ : કેમ ? તારી પત્નીને કરડયો તેથી દાંત કઢાવવા ? કનુ : ના , દાંત વધુ અણીદાર કઢાવવા. ********* શ્યામઃ રાજુ , તું જમતા પહેલાં પ્રાર્થના કરે છે કે નહીં. રાજુ : ના , મારી મમ્મી સારી જ રસોઈ બનાવે છે એટલે પ્રાર્થના કરવાની જરૃર નથી પડતી. ******** ડાકુઓએ ચમનસિંહના ઘરમાં ધાડ પાડી ને ઘરમાં ઘૂસી ગયા ડાકુઃ સોના કહાં હૈ જલદી બતાઓ વરના માર દેંગે ચમન સિંહઃ જહાં મરજી પડે સો જાવ પૂરા ઘર ખાલી પડા હૈ! ********* ટીચરઃ (બંટીને) બંટી , આ વખતે તારી હાજરી ખૂબ જ ઓછી છે એથી હું તને પરીક્ષામાં નહીં બેસવા દઉં બંટી : સર કંઈ વાંધો નહીં હું ઊભા ઊભા જ પરીક્ષા આપીશ. ******** શાંતાબેને પોતાના પતિના મરણના તેરમા પર બધાને જમવાનું કીધું. પરંતુ પોતાની પાડોશમાં રહેતા કાંતાબેનને કહેવાનું ભૂલી ગયાં. આ જોતાં જ ગુસ્સે થઈ કાંતાબેન બોલ્યાં , કોઈ વાંધો નહીં મારા પતિને પણ મરવા દે , ત્યારે તને પણ હું એમના તેરમામાં નહીં બોલાવું. ********* પિતા (રોહનને)- બેટા , બુદ્ધિશાળી લોકો બેવકૂફોની વાતનો જવાબ ન આપે. માત્ર હસી નાખે. રોહન- એટલે જ તો પપ્પા , પરીક્ષામાં મેં સવાલો વાંચ્યા અને હસીને આવી ગયો! ******** બબલૂ ગણિતમાં નપાસ થયો. ના પપ્પાએ ખિજાઈને કહ્યું - નપાસ કેવી રીતે થયો ? બબલૂ - હું શું કરું ? ટિચર પોતે જ ગૂંચવાયેલા હતા અને અમને બધાને પણ ગૂંચવી દીધા. પપ્પા - એટલે ? બબલૂ - એક દિવસ ટિચર કહી રહ્યા હતા કે પાંચ વત્તા પાંચ બરાબર દસ થાય. બીજા દિવસે એમણે કહ્યું કે સાત વત્તા ત્રણ બરાબર દસ થાય. ત્રીજા દિવસે પાછું કહ્યું કે છ વત્તા ચાર બરાબર દસ થાય , હવે તમે જ કહો , આમાંથી સાચું શું માનવું ? ********** મિશ્રાજી એક જંગલમાંથી જઈ રહ્યા હતા. એક ચુડેલે એમને અટકાવ્યા.

‘ હા …. હા …. હા … હી … હી..હી …. મેં ચુડેલ હૂં … હા …… હા …. હા …’

મિશ્રાજી : ‘ અબે ચૂપ બેસ , મેનુ સબ પતા હૈ , તેરી એક બહેન મેરી બીબી હૈ ! ’

No comments:

Post a Comment