-:દત્ત બાવાની અર્થ સાથે:-
-:અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત:-
૧. જય યોગીશ્વર દત્ત દયાળ ! તું જ એક જગમાં પ્રતિપાળ....
અર્થ: હે યોગીશ્ર્વર! હે દયાળુ દત્તપ્રભુ! તારો જય હો! આ જગતમાન તું જ એકમાત્ર રક્ષણ કરનારો છે....

૨. અત્રિ અનસૂયા કરી નિમીત્ત, પ્રગટયો જગ કારણ નિશ્ચિત....
અર્થ: અત્રિ અને અનસૂયાને નિમિત્ત કરીને તું ખરેખર આ જગત માટે પ્રગટ થયો છે....

૩. બ્રહ્યા હરિહરનો અવતાર,
શરણાગતનો તારણહાર....
અર્થ: તુ બ્રહ્યા,વિષ્ણુ (હરી) અને શંકર (હર)નો અવતાર છે અને શરણે આવેલાનો તારણહાર છે....

૪. અંતર્યામી સત્ ચિત્ સુખ,
બહાર સદ્દગુરુ દ્વિભુજ સુમુખ....
અર્થ: તું અંતરમાં સચ્ચિદાનંદરૂપે નિયમન કરનાર છે અને બહાર બે હાથ અને સુંદર મુખધારી સદ્ગુરૂ છે....

૫. ઝોળી અન્નપૂર્ણા કર માંહ્ય,
શાંન્તિ કમંડલ કર સોહાય....
અર્થ: તારા હાથમાં અન્નપૂર્ણારૂપ ઝોળી છે અને શાંતિના પ્રતીકરૂપ કમંડળ છે....

૬. કયાંય ચતુર્ભુજ ષડ્ભુજ સાર, અનંતબાહુ તું નિર્ધાર....
અર્થ: કયાંક તારા ચાર હાથ છે તો કયાંક છ હાથ છે પણ ખરેખર તું તો અસંખ્ય હાથવાળો છે....

૭. આવ્યો શરણે બાળ અજાણ,
ઊઠ દિગંબર, ચાલ્યા પ્રાણ!...
અર્થ: એક અજાણ્યો બાળક તારા શરણે આવ્યો છે. હે દિગંબર! તું ઊઠ. એનો જીવ જતો રહે એમ છે....

૮. સુણી અર્જુન કેરો સાદ, રિઝ્યો પૂર્વે તું સાક્ષાત...૯. દીધી રિદ્ધિ સિદ્ધિ અપાર, અંતે મુક્તિ મહાપદ સાર....
અર્થ: અગાઉ સહસ્રાર્જુનનો પોકાર સાંભળીને તું જાતે પ્રસન્ન થયો હતો.એને અપાર રિદ્ધિ અને સિદ્ધિ આપ્યા પછી અંતે મહાપદરૂપ મુક્તિ આપી હતી....

૧૦. કીધો આજે કેમ વિલંબ? તુજ વિણ મુજને ના આલંબ!...
અર્થ: તેં આજે કેમ વિલંબ કર્યો છે? મને તારા વિના કોઈનો આધાર (સહારો) નથી....

૧૧. વિષ્ણુશર્મ દ્વિજ તાર્યો એમ, જમ્યો શ્રાદ્ધમાં દેખી પ્રેમ....
અર્થ: વિષ્ણુશર્મનો પ્રેમ જોઈને તું શ્રાદ્ધમાં જમ્યો અને એેનો ઉદ્ધાર કર્યો....

૧૨. જંભ દૈત્યથી ત્રાસ્યા દેવ, કીધી મ્હેર તેં ત્યાં તતખેવ. ૧૩. વિસ્તારી માયા દિતિસુત, ઇંદ્ર કરે હણાવ્યો તૂર્ત....
અર્થ: જંભ નામના રાક્ષસથી ત્રાસેલા દેવને તેં ત્યારે તરત જ મદદ કરી હતી. તેં તારી માયાને ફેલાવીને ઈંદ્રને હાથે એ રાક્ષસનો તરત જ વધ કરાવ્યો હતો...

૧૪. એવી લીલા કંઈ કંઈ શર્વ, કીધી વર્ણવે કો તે સર્વ?....
અર્થ: આવી ભગવાન શંકરે (શર્વ) અનેક લીલાઓ કરી છે. એ બધી લીલાનું વર્ણન કોણ કરી શકે?....

૧૫. દોડ્યો આયુ સુતને કામ, કીધો એને તેં નિષ્કામ....
અર્થ: આયુરાજા પુત્ર માટે દોડ્યો, પરંતુ તેં એને કામનારહીત (નિષ્કામ) કરી દીધો....

૧૬. બોધ્યા યદુ ને પરશુરામ, સાધ્યદેવ પ્રહ્વલાદ અકામ....
અર્થ: તેં યદુરાજાને, પરશુરામને, સાધ્યદેવોને અને પ્રહ્લલાદને ઉપદેશ આપી અકામ કર્યા...

૧૭. એવી તારી કૃપા અગાધ,કેમ સૂણે ના મારો સાદ ?....
અર્થ: તારી આવી અગાધ કૃપા હોવા છતાં તુ મારો પોકાર કેમ સાંભળતો નથી?....

૧૮. દોડ, અંત ના દેખ અનંત, મા કર અધવચ શિશુનો અંત....
અર્થ: હે અનંત! તું દોડ. તું મારો અંત ના જો. આ બાળકનો અધવચ્ચે અંત કરીશ નહી....

૧૯. જોઈ દ્વિજસ્ત્રી કેરો સ્નેહ, થયો પુત્ર તું નિ:સંદેહ....
અર્થ: બ્રાહ્મણની સ્ત્રીનો પ્રેમ જોઈને તું ખરેખર એનો પુત્ર થયો....

૨૦. સ્મર્તુગામી કલિતાર કૃપાળ! તાર્યો ધોબી છેક ગમાર....
અર્થ: હે સ્મરણ માત્રે હાજર થનાર! હે કલિમાં તારનારા! હે કૃપાળુ! તેં છેક ગમાર એવા ધોબીને પણ તાર્યો છે....

૨૧. પેટપીડથી તાર્યો વિપ્ર, બ્રાહ્મણશેઠ ઉગાર્યો ક્ષિપ્ર....
અર્થ: તેં બ્રાહ્મણને પેટની પીડાથી બચાવ્યો અને વેપાર કરતાં બ્રાહ્મણ શેઠને તરત જ ઉગારી લીધો....

૨૨. કરે કેમ ના મારી વ્હાર? જો આણીગમ એક જ વાર!!....
અર્થ: તું મને મદદ કેમ નથી કરતો? તું એક જ વાર આ બાજુ જો....

૨૩. શુષ્ક કાષ્ઠ ને આણ્યા પત્ર! થયો કેમ ઉદાસીન અત્ર?....
અર્થ: સુકાં લાકડાંને તેં પાંદડાં આણ્યાં તો પછી અહીં કેમ ઉપેક્ષાવૃત્તિ (ઉદાસીનતા) દાખવે છે?...

૨૪. જર્જર વંધ્યા કેરાં સ્વપ્ન, કર્યાં સફળ તેં સુતનાં કૃત્સ્ન....
અર્થ: તેં ઘરડી વંધ્યા સ્ત્રીના પુત્રનાં બધાં જ સ્વપ્નો સફળ કર્યા-પાર પાડયાં....

૨૫. કરી દૂર બ્રાહ્મણનો કોઢ,કીધા પૂરણ એના કોડ....
અર્થ: બ્રાહ્મણનો કોઢ દૂર કરીને તેં એના મનની ઈચ્છા પૂરી કરી....

૨૬. વંધ્યા ભેંસ દૂઝવી દેવ! હર્યું દારીદ્રય તેં તતખેવ....
અર્થ: હે દેવ! તેં વાંઝણી ભેંસને દૂધ દેતી કરી અને તેં તરત જ દારિદ્રય (દળદર) હરી લીધું....

૨૭. ઝાલર ખાઇ રીઝ્યો એમ, દીધો સુવર્ણઘટ સપ્રેમ....
અર્થ: એવી રીતે વાલોળ (ઝાલર)નું શાક ખાઇને, પ્રસન્ન થઇને તેં એને સોનાનો ઘડો પ્રેમપૂર્વક આપી દીધો....

૨૮. બ્રાહ્મણસ્ત્રીનો મૃત ભરથાર, કીધો સજીવન તેં નિર્ધાર....
અર્થ: તેં ખરેખર બ્રાહ્મણ સ્ત્રીના મરેલા પતિને જીવતો કરી દીધો....

૨૯. પિશાચ પીડા કીધી દૂર, વિપ્રપુત્ર ઊઠાડયો શૂર....
અર્થ: પિશાચ પીડા દૂર કરીને તેં બ્રાહ્મણના મરેલા પુત્રને ફરી જીવતો કર્યો....

૩૦. હરી વિપ્રમદ અંત્યજ હાથ રક્ષ્યો ભક્ત ત્રિવિક્રમ તાત....
અર્થ: હે તાત! તેં હરીજન(અંત્યજ ) દ્રારા બ્રાહ્મણો નો ગર્વ ઉતારી ત્રિવિક્રમ નામના ભક્તનું રક્ષણ કર્યું....

૩૧. નિમેષમાત્રે તંતુક એક, પહોંચાડ્યો શ્રીશૈલે દેખ....
અર્થ: તંતુક નામના એક ભક્તને તેં પળવારમાં શ્રીશૈલ પર્વત ઉપર પહોંચાડી દીધો....

૩૨. એકી સાથે આઠ સ્વરૂપ,ધરી દેવ બહુ રૂપ અરૂપ. (૩૩) સંતોષ્યા નિજ ભક્ત સુજાત, આપી પરચાઓ સાક્ષાત્....
અર્થ: હે દેવ! આપ અરૂપી હોવા છતાં ઘણાં રૂપ ધારણ કરી એકી સાથે આઠ સ્વરૂપ લઇ તમારા ખાનદાન ભક્તોને પરચાઓ આપીને સંતોષ્યા....

૩૪. યવનરાજની ટાળી પીડ,જાતપાતની તને ન ચીડ....
અર્થ: તેં મુસલમાન (યવન) રાજાની પીડા દૂર કરી દીધી. તને જાતપાત-ઊંચ નીચની કોઈ ચીડ (સૂગ) નથી....

૩૫. રામકૃષ્ણ રૂપે તેં એમ, કીધી લીલાઓ કંઈ તેમ....
અર્થ: તેં રામ અને કૃષ્ણનો અવતાર ધરીને આવી વિવિધ લીલાઓ કરી છે....

૩૬. તાર્યાં પથ્થર ગણિકા વ્યાધ! પશુપંખી પણ તુજને સાધ....
અર્થ: તેં પથ્થર, વેશ્યા, શિકારી વગેરેનો ઉદ્ધાર કર્યો છે. પશુ અને પંખી પણ તારા પ્રત્યે સાઘુતાવૃત્તિ દર્શાવે છે....

૩૭. અધમ ઓધારણ તારૂં નામ, ગાતાં સરે ન શાં શાં કામ?....
અર્થ: તારૂં નામસ્મરણ પાપી (અધમ)ને પણ પાવન કરનારૂં છે. તારા નામનું ગાન કરવાથી કયું કામ પાર ન પડે?....

૩૮. આઘિ-વ્યાધિ-ઉપાધિ સર્વ, ટળે સ્મરણ માત્રથી શર્વ....
અર્થ: હે શંકર! તારૂં માત્ર સ્મરણ કરવાથી આધિ,વ્યાધિ અને ઉપાધિ બધું દૂર થાય છે....

૩૯. મૂઠ ચોટ ના લાગે જાણે, પામે નર સ્મરણે નિર્વાણ....
અર્થ: તારૂં સ્મરણ કરવાથી મૂઠ ચોટ લાગતા નથી અને માનવી મોક્ષને પામે છે....

૪૦. ડાકણ શાકણ ભેંસાસુર, ભૂત પિશાચો જંદ અસુર (૪૧). નાસે મૂઠી દઈને તૂર્ત, દત્તધૂન સાંભળતાં મૂર્ત....
અર્થ: આ દત્ત નામની લેહ લાગતાં-દત્તબાવની ગાતાં ડાકણ, શાકણ, ભેંસાસુર, ભૂત, પિશાચ, જંદ અને અસુર તરત જ મૂઠી દઈને ભાગી જાય છે એવો અનુભવ થાય છે....

૪૨. કરી ધૂપ ગાયે જે એમ, દત્તબાવની આ સપ્રેમ. (૪૩) સુધરે તેનાં બંને લોક, રહે ન તેને ક્યાંયે શોક. (૪૪) દાસી સિદ્ધિ તેની થાય, દુઃખ દારીદ્રય તેનાં જાય!!....
અર્થ: જે કોઇ ધૂપ કરીને આ દત્તબાવની પ્રેમપૂર્વક ગાય છે. તેનાં આ લોક અને પરલોક એમ બનેં લોક સુધરે છે. તેને ક્યાંય પણ શોક રહેતો નથી. સિદ્ધિ તેની દાસી થાય છે અને તેનાં દુઃખ અને દારિદ્રય ટળી જાય છે....

૪૫. બાવન ગુરૂવારે નિત નેમ, કરે પાઠ બાવન સપ્રેમ. (૪૬) યથાવકાશે િનત્ય નિયમ, તેને કદી ન દંડે યમ....
અર્થ: જે કોઇ બાવન ગુરૂવારે નિયમપૂર્વક હંમેશાં દત્તબાવનીના બાવન પાઠ કરે છે અને સમય મળે ત્યારે પણ હંમેશાં નિયમાનુસાર પાઠ કરે છે તેને કોઇ દિવસ યમરાજા શિક્ષા કરતો નથી....

૪૭. અનેક રૂપે એ જ અભંગ, ભજતાં નડે ન માયા-રંગ....
અર્થ: અનેક રૂપ હોવા છતાં એના મૂળ સ્વરૂપમાં કોઈ ફેર પડતો નથી. એને ભજવાથી માયાનો રંગ નડતો નથી.(માયા ત્રાસ આપતી નથી.)....

૪૮. સહસ્ર નામે નામી એક, દત્ત દિગંબર અસંગ છેક!!....
અર્થ: હજારો નામ હોવા છતાં એ નામી દિગંબર દત્ત તો એક જ છે અને છેક અસંગ (નિર્લેપ) છે....

૪૯. વંદું તુજને વારંવાર, વેદ શ્ર્વાસ તારા નિર્ધાર....
અર્થ: હું તને વારંવાર વંદન કરૂં છું. ખરેખર! આ વેદો તારા શ્ર્વાસમાંથી પ્રગટ થયા છે....

૫૦. થાકે વર્ણવતાં જયાં શેષ, કોણ રાંક હું બહુકૃતવેષ?....
અર્થ: જયાં વર્ણન કરતાં શેષ ભગવાન પણ થાકી જાય ત્યાં જેણે અનેક જન્મો લીધા છે એવા મારા જેવા રાંકનુ તો શું ગજું?....

૫૧. અનુભવતૃપ્તિનો ઉદ્ગાર, સૂણી હસે તે ખાશે માર....
અર્થ: અનુભવના પરિપાકરૂપ આ વાણીને જે હસી નાખશે તે માયાનો માર ખાશે....

૫૨. તપસી! તત્વમસિ એ દેવ! બોલો જય જય શ્રી ગુરૂદેવ!!....
અર્થ: હે તપસી! એ દેવ તે (તત્) તું (ત્વમ્) છે (અસિ). બધા શ્રીગુરૂદેવની જય જય બોલો.
(જય જયકાર કરો)....

No comments:
Post a Comment