આ બારખડી જો આવડી જાય તો જીવન માં કોઈ તકલીફ ન આવે
ક – કંચન ,કામિની ને કાયા એ ત્રણેય સંસારની માયા .
ખ - ખાતા, ખરચતાં, ખિજાતા શક્તિનો વિચાર કરજો.
ગ – ગદ્ધો, ગમાર અને ગરજુ એ ત્રણે સરખા સમજુ.
ઘ – ઘર, ઘરેણાં ને ઘરવાળી, એમાં જિંદગી આખી બાળી.
ચ – ચોરી ચુગલી અને ચાડી એ ત્રણેય દુર્ગતિની ખાડી
છ – છકાય જીવનું રક્ષણ ,એ બને મોક્ષનું લક્ષણ .
જ – જુવાની, જરા ને જમ,એ છે કુદરતનો ક્રમ.
ઝ – ઝગડાની ઝંઝટમાં ઝપડાય, એ અશાંતિની હોળીમાં સપડાય.
ટ – ટોળ, ટપ્પા ને ટીખળ કરે, એ પુણ્ય ટળે ને પાપ ભરે.
ઠ – ઠાઠ, ઠઠારો ને ઠકુરાઈ, એમાં અભિમાન ને અક્કડાઈ.
ડ – ડ્રેસ, ડીગ્રી, ડીયર, ડાન્સમાં ગુલ એની જિંદગીના ડાંડિયાડુલ.
ઢ - ઢોલ નગારાં એમ ઢબકે છે કે ચેતો મોત નગારાં ગગડે છે.
ત – તૃષ્ણાથી તરસતો તાવ, સંતોષની ગોળીથી જાય.
થ – થડની મજબુતાઈ ભલે જુઓ, પણ એના મૂળને કદી ના ભૂલો.
દ - દમી, દયાળુ ને દાતા, તે પામે સુખ ને શાતા.
ધ – ધર્મ ધ્યાનમાં ધોરી , એનાં કર્મની થાળે હોળી ,એને વરે સિદ્ધિ ગોરી.
ન – નિયમ , નેકદિલી , ન્યાય ને નીતિ, એ સુખી થવાની રીતિ.
પ – પાપને તજો, પુણ્ય ભરવા ધર્મને ભજો.
ફ – ફેશનનું ફારસ એમાં અનીતિનું માનસ.
બ – બાવળ, બોરડી ને બાયડી એ શસ્ત્ર વગરની શાયડી.
ભ – ભોગની ભવાઈમાં રમે, તે ચોરાશીનાં ચક્કરમાં ભમે.
મ – મોહ, મમાતા ને માયા, એમાં રમે નહિ તે ડાહ્યા.
ય – યમ, નિયમને ધરજો, મોક્ષ સુખને વરજો .
ર – રામાને રામનો રાગ, એ મોહરાજાનો બાગ.
લ – લક્ષ્મી, લાડી ને લોભ, એ પરભવ મુકાવે પોક.
વ – વિનય, વિવેક ને વિરતિ, એની કરજો તમે પ્રીતડી.
શ –શિયળનો સાચો શણગાર, કરે તેને શિવસુંદરી વરે.
સ – સંસાર સાવ અધુરો છે, સંયમમાર્ગ મધુરો છે.
ષ – ષટ્ખંડનો રાજેસરી ત્યજે, તો ઠીક નહિ તો નરકેસરી.
હ – હેમ, હીરા ને હાથી, એ પરભવના નહિ સાથી.
ક્ષ – ક્ષમાને મનમાં ધરે, એ મોક્ષનાં સુખને વરે.
જ્ઞ – જ્ઞાન ભણજો, સમકિતમાં ભળજો, ચારિત્રને વરજો.

No comments:
Post a Comment