એક ખેતરના ખૂણા પર મકાન બનાવીને એક કુટુંબ રહેતું હતું. માં-બાપ, દાદાજી, તેમનો પૌત્ર. માં-બાપ રોજે મજુરી ઉપર નીકળી જતા, અને ઘરે દાદાજી અને દસ વરસનો પૌત્ર જ રહેતા. દાદાજી રોજે સવારે વહેલા ઉઠીને બારી પાસે મુકેલી ખુરશી પર બેસીને પુસ્તકો વાંચતા રહેતા.
એક દિવસ પૌત્રએ પૂછ્યું: “દાદા...હું તમારી જેમ જ બુક્સ વાંચવાનો પ્રયત્ન કરું છું, પણ હું તેમાં કઈ સમજતો નથી. અને હું જે કઈ પણ સમજુ છું એ એક-બે દિવસમાં ભૂલી જાઉં છું. ઘણીવાર તો બુક બંધ કરું ને પાછળ બધું ભુલાઈ જાય છે. તમે પણ બધું ભૂલી જાઓ છો. તો પછી પુસ્તકો અને કહાનીઓ વાંચવાનો મતલબ શું?”
દાદાજી હસ્યા, અને ઉભા થઈને રસોડામાં ગયા અને લોટ ચાળવાનો ગંદો હવાલો લઈને આવ્યા. પોતાના પૌત્રને કહ્યું: “આ હવાલો લે, અને બહાર ખેતરમાં જતા પાણીના ધોરીયા માંથી હવાલો ભરીને લેતો આવ. મારે આ હવાલામાં સમાય એટલું પાણી જોઈએ છે.”
દીકરાને જેમ કહેલું તેમ કર્યું, પરંતુ હવાલો ભરીને દોડતો દાદાજી પાસે આવ્યો એ પહેલા જ હવાલાના કાણાઓ માંથી બધું પાણી લીક થઇ ગયું. દાદાજી હસ્યા અને કહ્યું: “બીજી વાર ભરતો આવ, પરંતુ આ વખતે ઝડપથી દોડીને આવજે.” દીકરો બીજી વાર ગયો, પણ ફરીથી તે દાદાજી પાસે પહોંચે એ પહેલા હવાલો ખાલી હતો! હાંફતા-હાંફતા તેણે દાદાજીને કહ્યું કે આ હવાલામાં તો પાણી ભરીને લાવવું અશક્ય લાગે છે. હું એક ગ્લાસમાં કે લોટામાં ભરતો આવું.
પરંતુ દાદાજી કહે: “ના. મારે આ હવાલામાં સમાય એટલું પાણી જ પીવું છે! મને લાગે છે તું સરખી કોશિશ નથી કરી રહ્યો.” છોકરો ફરી બહાર ગયો, અને પૂરી ઝડપથી દોડતો આવ્યો, પણ હવાલો ફરી ખાલી જ હતો! થાકીને જમીન પર બેસીને દાદાજીને તેણે કહ્યું: “દાદા...કહું છું ને...આ નકામું છે. ના ચાલે.”
પરંતુ દાદાજી કહે: “ના. મારે આ હવાલામાં સમાય એટલું પાણી જ પીવું છે! મને લાગે છે તું સરખી કોશિશ નથી કરી રહ્યો.” છોકરો ફરી બહાર ગયો, અને પૂરી ઝડપથી દોડતો આવ્યો, પણ હવાલો ફરી ખાલી જ હતો! થાકીને જમીન પર બેસીને દાદાજીને તેણે કહ્યું: “દાદા...કહું છું ને...આ નકામું છે. ના ચાલે.”
“ઓહ... તો તને લાગે છે કે આ નકામું કામ છે?” દાદાજીએ કહ્યું, “-તું એકવાર હવાલા સામે તો જો.”
છોકરાએ હવાલાને જોયો અને પહેલીવાર તેણે જોયું કે હવાલો બદલાઈ ગયો હતો. તે જુના ગંદા હવાલા માંથી ધોવાયેલો, ચોખ્ખો, ચળકતો હવાલો બની ગયો હતો. તેના દરેક મેલ ધોવાઇ ગયા હતા.
દાદાજીએ હસીને કહ્યું: “બેટા...જયારે તમે પુસ્તકો વાંચો ત્યારે આવું થાય છે. તું કદાચ બધું સમજે નહી, કે બધું યાદ ન રહે, પરંતુ જયારે તમે વાંચો, ત્યારે તમે બદલાતા હો છો. અંદર અને બહાર પણ. કોઈ પણ કહાની કે કોઈ સારી વાત તમને અંદરથી થોડા ધોઈ નાખે છે, અને તમારો મેલ દુર કરે છે.”
No comments:
Post a Comment