Wednesday, June 28, 2017

Mythological Stories for Kids - Mahabharat

મહાભારતનુ યુદ્ધ ચાલી રહ્યુ હતુ.
શ્રીકૃષ્ણ અર્જુનના સારથિ હતા.
જેવુ અર્જુનનુ બાણ છૂટતુ, કર્ણનો રથ ઘણો જ પાછળ જતો રહેતો.
જ્યારે કર્ણનુ તીર છુટતુ તો અર્જુનનો રથ સાત પગલા પાછળ જતો રહેતો.
શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનની પ્રસંશા  કરવાને બદલે દર વખતે કર્ણ માટે કહ્યુ," કેટલો વીરપુરુષ છે, આ કર્ણ.", જે અમારા રથ ને સાત પગલા પાછો પાડી દે છે.
અર્જુન ઘણો પરેશાન થયો.
અસમંજસની સ્થિતીમાં પુછી બેઠો," હે વાસુદેવ, આ પક્ષપાત કેમ? મારા પરાક્રમની આપ નોધ નથી લેતા અને આપણા રથ ને માત્ર સાત પગલા પાછળ ધકેલતા કર્ણ માટે આપ દરેક વખત વાહ-વાહ કરો છો?"
શ્રીકૃષ્ણ ભગવાન બોલ્યા: પાર્થ, તને ખબર નથી.....
"તારા રથ પર મહાવીર હનુમાનજી, અને હુ સ્વયં "વાસુદેવ કૃષ્ણ" બિરાજમાન છીએ." જો અમે બન્ને ન હોત તો તારા રથ નુ અત્યારે અસ્તિત્વ પણ ન હોત.
આ રથ ને સાત પગલા પણ પાછળ ધકેલવુ એ કર્ણના મહા બળવાન હોવાનો સંકેત છે.
અર્જુન આ સાભળીને પોતાની ક્ષુદ્રતા પર સંકોચ અનુભવવા લાગ્યો.
આ તથ્ય ને અર્જુન વિશેષ ત્યારે સમજ્યો, જ્યારે યુદ્ધ સમાપ્ત થયુ.
પ્રત્યેક દિવસે અર્જુન જ્યારે યુદ્ધ માથી પાછા ફરતા ત્યારે શ્રીકૃષ્ણ ભગવાન પહેલા રથ માથી ઉતરતા અને સારથિ ધર્મ હોવાથી અર્જુનને પછી ઉતારતા.
પણ યુદ્ધના છેલ્લા દિવસે રથમાથી ઉતરતા પહેલા ભગવાને કહ્યુ,"અર્જુન, તમે પહેલા રથ માથી ઉતરી ને દુર ઉભા રહો."
ભગવાન શ્રીકૃષ્ણ ના ઉતરતા જ રથ બળી ને ભસ્મ થઈ ગયો.
અર્જુન આશ્ચર્યચક્તિ થઈ ગયો.
ભગવાન શ્રીકૃષ્ણે કહ્યુ" પાર્થ, તારો રથ તો ક્યારનો યે બળી ને ભસ્મ થઈ ચૂક્યો હતો.
ભીષ્મ, કૃપાચાર્ય, દ્રોણાચાર્ય, અને કર્ણના દિવ્યાસ્ત્રોથી તે રથ નષ્ટ થઈ ચૂક્યો હતો, પણ માત્ર મારા સંકલ્પે એને યુદ્ધ સમાપ્તિ સુધી જિવીત રાખ્યો હતો."
પોતાની શ્રેષ્ઠતાના "મદ" માં ખોવાયેલ અર્જુનનુ અભિમાન ચકનાચૂર થઈ ગયુ.
પોતાનુ સર્વસ્વ ત્યાગીને તે ભગવાનના ચરણોમાં નતમસ્તક થઈ ગયો. અભિમાનનો ખોટો ભાર ઉતારીને હલકાપણ અનુભવતો હતો.
*ગીતા શ્રવણમાં આથી વિશેષ શુ ઉપદેશ હોઈ શકે કે," બધુ જ કર્તાહર્તા ભગવાન જ છે, આપણે તો ફક્ત કઠપુતળી જ છીએ."*
_*કાશ, આપણા અંદર નો અર્જુન આ સમજી જાય.*_
કારણ *"ધમંડ/અહંકાર"* તો *શિવજીના પરમ ભકત રાજા રાવણ*નો પણ *ના ચાલ્યો* તો આપણો તો કયાંથી ચાલશે.
*"ઘમંડ" હંમેશા જીવનમાં કષ્ટ જ આપે છે માટે ધમંડ/અહંકાર છોડો.*
जय श्री कृष्ण

No comments:

Post a Comment